સુસ્વાગતમ્

આધુનિક ટેકનોલોજીના કારણે વર્તમાન શિક્ષણમાં આમૂલ પરિવર્તન આવેલ છે. પ્રાથમિક કે માધ્યમિક શાળા ફકત ગામડાની ‘ધૂડી’ શાળા ન રહેતા વિશ્વ વિદ્યાલયનો દરજ્જો પ્રાપ્ત કરેલ  છે.

દરેક શાળાઓની માહિતી વેબ પેઈઝ દ્વારા તૈયાર કરી શાળાની માહિતી ઈ-શાળા સ્વરૂપે તૈયાર થઈ રહેલ છે. તે આનંદની વાત છે.

જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, રાજકોટ દ્વારા જિલ્લાની શિક્ષણ ક્ષેત્રની એક વેબસાઈટ તૈયાર થઈ રહેલ છે. જેને નજીકના જ ભવિષ્યમાં ખૂલ્લી મુકવામાં આવનાર છે. જે ખુલ્લી મૂકતા આનંદ અને ગૌરવની લાગણી  અનુભવું છું.

(શ્રી જે. કે. વિસિયા)
જિલ્લા શિક્ષણાધિકારી
રાજકોટ.

“ વાંચે ગુજરાત અભિયાન – ૨૦૧૦ ”

સંકલન
જિલ્લા શિક્ષણાધિકારી

વાંચે ગુજરાત અભિયાન–૨૦૧૦

વ્યક્તિત્વ વિકાસમાં વાંચન મહત્વનો ભાગ ભજવે છે. જ્ઞાની માણસો જ જીવનમાં સફળ રહયા છે. એટલે Knowledge is power જ્ઞાન એ જ શક્તિ છે. જ્ઞાન સાધના એ જ શ્રેષ્ઠ સાધના છે. પુસ્તકાલયો એ તો જ્ઞાન સાધનાની શક્તિપીઠો છે.
"Right movement of the right time in the right way with the right manner for the right purpose."

‘પ્રગતિ પરનું પ્રથમ પગથિયું પુસ્તક પ્રેમ છે. ’
શિક્ષણની તરાહ ગમે તે હોય, પરંતુ શિક્ષણનું મુખ્ય કાર્ય જ્ઞાન પ્રદાન, જ્ઞાન સંવર્ધન અને જ્ઞાન સંક્રમણ કરવાનું રહયું છે.
જયાં પુસ્તક છે, ત્યાં વાંચન છે, જ્યા વાંચન છે, ત્યાં જ્ઞાન છે.
જયાં જ્ઞાન છે, ત્યાં સમજણ છે. જયાં સમજણ છે, ત્યાં શાંતિ છે.
જયાં શાંતિ છે, ત્યાં સમૃધ્ધિ છે. જયાં સમૃધ્ધિ છે, ત્યાં સુખ છે.

પુસ્તક સ્વતઃ એક શિક્ષક છે. પુસ્તક એ વાચકની દિશા અને દશા નક્કી કરનાર દીવાદાંડી છે. પુસ્તક એ વાચકને આંખો અને પાંખો બને અર્પે છે. પુસ્તક વાચકને ઠંડત અર્પે છે.

‘પુસ્તક પ્રેરણાપીયૂષ પૂરૂં પાડનાર પરબ છે.‘
‘સારા પુસ્તકો વિનાનું ઘર સ્મશાન જેવું છે.’

પૂજ્ય મહાત્માં ગાંધી પુસ્તકો વિશે કહેતા “પુસ્તકોનું મૂલ્ય રત્ન કરતા પણ અધિક છે. કેમકે રત્ન બહારથી ચમક બતાવે છે.જયારે અંતકરણને ઉજજવળ બનાવે છે.”
“બાળકોની દષ્ટિ જો પુસ્તકમય બની જાય, તો સોનામાં સુગંધ ભળી જાય અને બાલ સૃષ્ટિ સ્વગમય બની જાય.”

બાળકો પુસ્તકરસિયા બને અને ‘Book Lover’ બને ‘પુસ્તકિયો કીડો’ શબ્દ આજે જાણે શબ્દકોષમાંથી ગૂમ થઈ ગયો છે. એક સૂત્ર ચાલો આપણે ગાંઠે બાંધી લઈએ –
“If a child Loves book’s, it is Key to one’s Future.”
‘જે વાંચે છે, તે વિચારે છે, જે વિચારે છે તે કાંઈક કરે છે, બાકી બધા જીવી ખાય છે.’– ગુણવંત શાહ

વાંચન જ વિચાર અને આચારને ઘડેછે. વાંચનનો જેટલો પ્રચાર થાય તેટલો જ સમાજમાં સદાચાર ઘડાય એટલે જરૂર કરી શકાય –પુસ્તકોએ સંસ્કૃતિના રક્ષક, પોષક અને પાલક છે.
વિશ્વમાં  3 March રોજ World Book Day ઉજવાય છે.
23 April રોજ World Leterature Day ઉજવાય છે.

“બુકે નહી બુક આપો બાળકોને પેપ્સી નહી, પુસ્તક આપો.”
આપણે સમયદાન કરી શકાય તેવી પ્રવૃતિઓમાં સહભાગી બની દિલ રેડીને કાર્ય કરીએ.
Let’s donete our time (100 hours) and make our state subtime

‘ગુજરાતી’ તરીકે આપણા કર્તવ્ય અને ઉતરદાયિતાને ઈમાનદારી, જવાબદારી અને સમજદારીથી નિભાવી ગુજરધરાનું ઋણ ચૂકવવા સંકલ્પબધ્ધ, પ્રતિબધ્ધ અને કટિબધ્ધ થઈએ.

‘ચાલો કંઈક સારું કરી જાણીએ ગુજરાત માટે,
શ્રેષ્ઠ ગુર્જરવાસી બની, જીવી જાણીએ ગુજરાત માટે,
વાંચે ગુજરાત અભિયાન ને ઉજવી જાણીએ ગુજરાત માટે,
ગુર્જરધરાને ઉજજવળ ધરા બનાવી જાણીએ ગુજરાત માટે’

“આપણું વાંચન એ જ આપણાંજીવનનું સાચું પ્રતિબિંબ છે.”
“બુકે નહિ, બુક આપો, પેપ્સી નહિ, પુસ્તક આપો.”

જિલ્લા શિક્ષણાધિકારી, રાજકોટ.